Monday, 2 June 2014

સુંદરતા છે સૌનો અધિકાર

ફેશનેબલ દેખાવવા માટે જરૂરી છે કે સૌથી પહેલી બાબત એ કે હાલમાં ક્યો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુંદર દેખાવવું અને ફેશનેબલ દેખાવવું તેમાં ઘણું અંતર છે. ફેશનેબલ જો આપે દેખાવવું હોય તો આપને દરેક મોસમનાં ટ્રેન્ડ વિશે માહિતી હોવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે ઉનાળાની ગરમીમાં એક તરફ જ્યાં હલકા રંગોનાં કપડા આંખો અને શરીરને સારા લાગે છે તો શિયાળાની શરદીઓમાં ચટાકેદાર ઘાટા રંગો પસંદ આવતા હોય છે. ઉનાળાની મોસમમાં લોકોને એવા કપડાની જરૂર હોય છે જે ફેશનેબલ હોવાની સાથે-સાથે આરામદાયક પણ હોય. આવો જાણીએ ખુદને ફેશનેબલ બનાવવા માટે શું થઇ શકે છે?

  • સાચા રંગોની કરો પસંદગી

યોગ્ય કપડાની પસંદગી કર્યા પછી પણ આપણે યોગ્ય રંગ પસંદ કરી શકતા નથી. મોસમનાં હિસાબે રંગોની પસંદગી માત્ર આપને અને બીજાઓને પણ શાંતિ અને એક અલગ ખુબસુરતી પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે ગરમીનાં વાતાવરણમાં ચટક પીળો, ઘાટ્ટો રાણી કલર વિ. રંગોથી દુર જ રહેવું જોઇએ. સફેદ, લેમન,લાઇટ ગુલાબી, પીચ, ગાજરી, આસમાની, પોપટી જેવા હલકા રંગોમાં પોતાનાં કપડાની પસંદગી કરવી જોઇએ.

ગરમીનાં વાતાવરણમાં બહાર નિકળતા સમયે સ્કાર્ફ અસહ્ય ગરમીથી બચાવે છે, ત્યાંજ તે ફેશનમાં પણ વધારો કરે છે.કપડાનો આ નાનકડો ટૂકડો જ્યા એક બાજુ ગરમીથી બચાવે છે, તો બીજી બાજુ આપનાં માથાનાં વાળની પણ સુરક્ષા કરે છે, જેનાથી માથાનાં વાળ ખરાબ નથી થતાં. બજારમાં રંગ-બેરંગી કલરનાં ફેશનેબલ સ્કાર્ફ હાજર હોય છે, જેને આપ આસાનીથી ખરીદી શકો છો.

  • ફ્રુટ બિયર અને સેન્ડલ

ઉનાળામાં ગરમી ફ્રુટબિયર પણ બદલવાનો વખત હોય છે. વિવિધ પ્રકારનાં સ્ટાઇલિશ સેન્ડલ, ફ્લીપ-ફ્લોંગ, રંગબેરંગી જૂતા અને બ્રાઇટ સ્લીપર આ દિવસોમાં ટ્રેંન્ડા લૂકની સાથે સુકુન પણ આપશે.

  • સનગ્લાસીસ

ગરમીની સિઝનનો સૌથી વધુ પ્રભાવ આંખો પર પડતો હોય છે. યૂવી (અલ્ટ્રાવાયોલેટ) કિરણોથી આંખોને વધુ નુકસાન થઇ શકે છે. આ માટે સનગ્લાસીસ બહુ જ જરૂરી છે. જ્યારે તમે ગરમીઓમાં બહાર નીકળો તો સનગ્લાસીસ જરૂરથી પહેરશો. હવે તો સનગ્લાસીસની પણ અલગવિધ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. ઉનાળાની ગરમીઓમાં ફંકી શેપનાં અને કલરફૂલ ગ્લાસવાળા ચશ્મા ખરીદશો. યુવતિઓ માટે લાલ, ગ્રે, ગ્રીન અથવા બ્રાઉન સારા વિકલ્પો છે. જો ચાહો તો તમારા કપડા સાથે તાલમેલ ધરાવતા ફ્રેમનાં સનગ્લાસીસ પણ ખરીદી શકો છો. આવી નાની-નાની એક્સેસરીઝનું ધ્યાન આપ રાખીને ગરમીઓમાં પણ ટ્રેન્ડી રહી શકો છો અને કૂલ દેખાઇ શકો છો.

  • પોતાની સાથે સ્ટાઇલિશ બેગ અપનાવો જે આપની વધારશે સુંદરતા અને ફેશનેબલ લૂક

આમ તો લેધર બેગને સૌથી સારી ગુણવત્તાની બેગ માનવામાં આવે છે પરંતુ આજકાલ આ ઇકો ફ્રેન્ડલી ચીજો ટ્રેન્ડમાંની એક છે.હાલમાં કપડાની બેગ એ લોકોની સારી પસંદગી છે. આ વખતે ગરમીઓમાં તેને આપ અપનાવશો. ઇકો ફ્રેન્ડલી હોવાની સાથે આ સસ્તી અને મજબૂત પણ હોય છે. આપ ચાહો તો બે-ત્રણ અલગ-અલગ પ્રકારનાં બેગ પણ ખરીદી શકો છો અને વારાફરતી તેનો ઉપયોગ પણ કરી શકો છો. આવી કપડાની બેગને સરળતાથી ધોઇ પણ શકાય છે અને લેધર બેગની જેમજ આ ગરમીમાં તમને ભારે નહીં લાગે અને નાજુક વજનનો અહેસાસ કરાવશે અને આપની શોભા પણ વધારશે જે આપને ફેશનેબલ લૂક આપશે.

No comments:

Post a Comment