Thursday 29 May 2014

10 માસ્ટર પ્લાન જેનાથી દેશમાં આવશે ‘અચ્છે દિન’

નરેન્દ્ર મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક ગુરુવારે સંપૂર્ણ થઇ, પ્રધાનમંત્રી મોદીએ સરકાર માટે 10 મહત્ત્વના મુદ્દાઓની સ્પષ્ટતા કરી દીધી છે જાણો શું છે મોદીનો માસ્ટ પ્લાન

1. અમલદારોનો જુસ્સોઃ સરકારી અધિકારીયોને સરાકારનું સમર્થન આપો જેથી સરકારની નીતિયોને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે

2. નવા આઇડિયા સ્વાગતઃ કોઇ સરકારી અધિકારી હોય કે સામાન્ય જનતા તમામ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પોતાના સુજાવો આપી શકે છે, ફેસબુક અને ટ્વીટર ઉપર જનતીની રાય માંગો અને તમામ અધિકારી પોતાના પ્લાનની બ્યૂ પ્રિન્ટ કરીને પ્રધાનમંત્રી કે મંત્રીના સંર્પકમાં રહે

3. શિક્ષણ, પાણી, રોડ અને સ્વાસ્થ્યઃ જો દેશની પાયાની જરૂરિયાતો પુર નહી થાય તો દેશ વિકસીત કેવી રીતે બનશે, માટે સરકારે પહેલાં શિક્ષણ પછી દરેક ગામડું શહેક અને ગલીયો સુધી સ્વાસ્થ્યની સુવિધાઓ શુદ્ધ પાણી, ખેતરમાં પાણી અને સરળ પરિવહન માટે રોડ રસ્તાની સુવિધાઓ

4. સરકારમાં પારદર્શિતાઃ લાંચ રુશવત આખાદેશ માટે ચિંતાનો વિષય છે અને આને સુધારવાની શરૂઆત ઉપરથી થવી જાઇએ. નવી સરકારની તમામ નિતિઓ દરેક કાર્ય તમામ સંપૂર્ણ રીત સાફ અને પારદર્શી હોવું જાઇએ.

5. અંદરોના મંત્રીઓમાં તાલમેલઃ એક મંત્રાલયની ફાઇલ બીજા મંત્રાલય પાસે અટકી રહે છે જેનું પરિણામ એ આવે છે કે વિકાસનું કાર્ય ઠપ્પ થઇ જાય છે અને આરોપબાજીની શરૂઆત થાય છે. આને દુર કરવા માટે તમામ મંત્રાયલો વચ્ચે એક એલગ વ્યવસ્થા હશે.

6. જનતાને આપેલા વચનો પુરા કરવા માટેની સીસ્ટમઃ આપણે બહુમત મળી છે જનતાને કેટલાક વચનો આપીને તો હવે જનતાને જે વચનો આપ્યા છે એ તમામને ઓછા સમયમાં યોગ્ય રીતે પુરા થાય. આની માટે સતત ઘોષણાપત્રના મુદ્દાઓના આધાર ઉપર બનાવવામાં આવેલી નિતિયો અને પરિણામોનું મૂલ્યાંકન કરો

7. અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાનો પ્રયાસઃ દેશની આશાઓ મોટી છે અને જો આ વખતે મોંઘવારી ઓછી ના થઇ, રોજગારીની નવી તકો ઉભી ના થઇ, જીડીપીની સ્થિતિ સુધરી નહી તો જનતાની આશા નિરાશામાં ફેરવાઇ જશે, પોલીસી પ્રમાણે સુધારાઓ કરો, વિકાસના કામો હાથ ધરો અને અર્થવ્યવસ્થાને પાટ ઉપર લવવાની છે.

8. સંસાધન અને રોકણ માટે રિફોર્મઃ અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવા માટે નિકાસની પ્રોત્સાહન આપવાની જરૂર છે અને નિકાસના રસ્તામાં આવતી અડચણો દુર કરો. આની સાથે સંસાધનની લૂટને રોકો અને તેના નિતિઓમાં સુધારો કરો.

9. નક્કી સમયની અંદક નિતિઓનો અમલઃ યોજનાઓ બને છે તેની ફાઇલોનો ઢગલો થાય છે પરંતુ કામ કરવામાં આવતું નથી માટે નક્કી સમયમાં નિતી ઉપર કામ થયા.

10. સરકારી નિતિયોમાં સ્થિરતા અને નિરંતરતાઃ વિદેશ નિતિ હોય કે અધિકારીયો તમામને ડર લાગે છે કે ભગવાન જાણે ક્યારે સરકાર બદલાઇ જશે. ખબર નહી સરકારની નિતિ ક્યારે બદલાઇ જાય માટે સરકારની નિતિ સ્પષ્ટ હોવી જાઇએ એટલું નહિ પરંતુ અવિરત અને દુરદેશી હોવી જોઇએ. જેથી ચિત્ર દરેકને સ્પષ્ટ દેખાડી શકાય છે.

No comments:

Post a Comment