Monday 2 June 2014

તમારો Face દિવસ જાય તેમ કાળો પડે

દરરોજ એક સફરજન ખાવાથી સૌંદર્ય અને સ્વાસ્થયમાં નિખાર આવે છે. જો કે સફરજનના જ્યુસનું સેવન કરવાથી પણ એનીમિયા નહી થાય. દૂધ સાથે સફરજનનો પ્રયોગ કરવાથી શારીરિક તેજ અને સૌંદર્ય વધે છે. સફરજનની છાલને પાણીમાં ઉકાળી પાણીને ફિલ્ટર કરી લો અને થોડું મધ મિક્સ કરી તે પાણીથી આંખો ધુઓ આથી આંખોના વિકાર દૂર થઈ તેનું સૌંદર્ય વધે છે.

એક ભાગ સંતરાના રસમાં ત્રણ ભાગ પાણી મિક્સ કરી સેવન કરવાથી ભૂખ વધે છે. અને પાચન ક્રિયા સુધરે છે. સંતરાના છાલના પાવડરમાં થોડું ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો અને ચેહરા પર લગાવો. આથી ચેહરાની સુંદરતા વધે છે અને ડાઘા પણ દૂર થાય છે.

તેલીય ત્વચા પર લીંબૂ ઘસવાથી ખીલ થતાં નથી . ત્વચા પર ગ્લો આવે છે અને ત્વચાનો મેલ ધોવાઈને જાય છે. માથાના કોઈ ભાગમાંથી વાળ ખરી પડ્યા હોય તો ત્યા લીંબૂ કાપીને રગડો.

પપૈયાના પલ્પ બે ચમચી અને દસ ટપકા લીંબૂનો રસ નાખી સારી રીતે મસલો.આને ચેહરા પર સારે રીતે મસળી અને વીસ મિનિટ પછી ધોઈ લો. તૈલીય ત્વચા માટે સારો ટાનિક છે.
 

No comments:

Post a Comment