Sunday 29 June 2014

દુ:ખી લગ્નજીવન હાર્ટએટેકનું વધારે છે

દુ:ખી લગ્નજીવનવાળા કપલોમાં હંમેશા ભગ્ન હ્રદયમાં હાર્ટએટેક આવવાનું જોખમ વધારે છે કારણકે દુઃખી લગ્નજીવન હૃદયરોગના હુમલાનું જોખમ વધારીને તમારું હૃદય ભગ્ન કરી શકે છે. સંશોધકો જણાવે છે કે આપણા સંબંધોની આપણાં સ્વાસ્થ્ય પર નાટકીય અસરો પડી શકે છે. અદ્યતન સંશોધન દ્વારા એવું બહાર આવ્યું છે કે જેમનું લગ્નજીવન દુઃખી હોય તેમની મુખ્ય રક્તવાહિની-ધોરી નસ(કેરોટિક આર્ટરી) વધુ જાડી હોય છે અને તેમને હૃદયરોગનું જોખમ વધુ હોય છે.



ઉલ્લેખનીય છે કે આપણા સામાજિક સંબંધોની ગુણવત્તા અને પેટર્ન હૃદયરોગ સહિતનાં વિવિધ સ્વાસ્થ્ય પરિણામો સાથે સંકળાયેલ છે એવું પિટસબર્ગ યુનિર્વિસટીના થોમસ કેમરેકે જણાવ્યું હતું.આ અભ્યાસ પરથી એવું બહાર આવ્યું છે કે આ પ્રકારની લિન્ક રક્તવાહિનીના પ્રારંભિક તબક્કામાં બાઝી જતી છારી સ્વરૃપે જોવા મળે છે.જર્નલ સાઇકોસોમેટિક મેડિસિનમાં આ મહિને પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં સંશોધકોએ જણાવ્યું છે કે સંબંધોના તણાવની મુખ્ય અસર પડતી હોય છે. ધોરી નસમાં છારી અને હૃદયરોગ વચ્ચેના સંબંધ અંગેના અભ્યાસ પરથી એવો નિર્દેશ મળે છે કે જેમના લગ્નસંબંધોમાં તણાવ હોય છે તેમને હૃદયરોગ થવાનું જોખમ 8.5 ટકા વધુ રહે છે.

વધુમાં વીએ ગ્રેટર લોસ એન્જલસ હેલ્થકેર સિસ્ટમ ખાતે જોસેફના જણાવ્યા પ્રમાણે આ તારણોની વ્યાપક અસરો પડશે. લગ્ન કે ગંભીર રોમેન્ટિક સંબંધો એકંદરે સ્વાસ્થ્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જૈવિક, માનસિક અને સામાજિક પ્રક્રિયા શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરતી હોય છે.આ અભ્યાસમાં 281 સ્વસ્થ, નોકરી કરતા પ્રૌઢ પુખ્તોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમની લગ્નજીવન અંગેની વાતચીતનું મોનિટરિંગ કવરામાં આવ્યું હતું, બીજી બાજુ મુખ્ય રક્તવાહિનીની જાડાઈ પણ માપવામાં આવી હતી, જે પાર્ટનર્સની ઇન્ટરએક્શન્સ નેગેટિવ હતી તેમની રક્તવાહિનીઓ વધુ જાડી હતી.

No comments:

Post a Comment