
ઉલ્લેખનીય છે કે આ મામલે અહીની ફેમીલી કોર્ટે એવુ ઠરાવ્યુ છે કે, જો પત્ની બાળક માટે નનૈયો ભણી દયે તો તે પતિ સામે ક્રુરતા ગણી શકાય અને આ મુદ્દે છુટાછેડા માન્ય રહી શકે છે. ફેમીલી કોર્ટે દંપતિની છુટાછેડાની અરજી મંજુર કરી છે. આ કેસમાં પત્ની પતિની પરવાનગી વગર ગોળીઓ લેતી હતી કે જેથી બાળક ના થાય. તે પોતાના ફિગરથી સતત ચિંતિત રહેતી હતી. પતિ બાળક ઇચ્છતો હતો પરંતુ પત્ની ઇચ્છતી ન હતી. કોર્ટે કહ્યુ છે કે બાળકનો ઇન્કાર એ પતિ ઉપર ક્રુરતા સમાન છે અને તે છુટાછેડાનું એક કારણ બની શકે છે.
વધુમાં આ દંપતિ મુંબઇના કુર્લામાં રહે છે અને તેઓના મેં 2011માં લગ્ન થયા હતા. બંને માર્ચ 2012 સુધી સાથે રહ્યા હતા. 25 વર્ષની પત્ની નોકરી કરતી હતી. આ કેસમાં 31 વર્ષનાં પતિએ છુટાછેડાની અરજી કરી હતી તેણે અરજીમાં કહ્યુ હતુ કે, તે શારીરિક અને માનસિક તંગદીલી અનુભવે છે. પતિએ સોગંદનામુ કર્યુ હતુ કે તે બાળક ઇચ્છે છે પરંતુ પત્ની પોતાના ફિગરથી ચિંતિત હતી અને તે માતા બનવા માંગતી ન હતી. તે પતિને પુછયા વગર ગોળીઓ લેતી હતી. જેને કોર્ટે પતિ ઉપર ક્રુરતા ગણી મહિલાને નોટિસ આપી હતી જેનો તેણે જવાબ નહી આપતા કોર્ટે એકસ પાર્ટી છુટાછેડાનો ઓર્ડર ઇસ્યુ કર્યો હતો.
No comments:
Post a Comment